Silent Heart Attack: સાયલન્ટ હાર્ટ એટેક કેવી રીતે આવે ? સમય પહેલા હાર્ટ એકેટ ને ટાળવા શું કરવું ?
Silent Heart Attack: હાર્ટ એટેકની સ્થિતિ સામાન્ય રીતે ત્યારે સર્જાય છે જ્યારે હાર્ટના મસલ્સમાં બ્લડ ફ્લો ઘટી જાય છે. આ સ્થિતિ ગંભીર હોય છે કારણ કે બ્લડ ફ્લો ઘટી જાય કે અટકી જાવ તો ઓક્સીડન ઘટી જાય છે અને હાર્ટ સેલ્સ ડેમેજ થવા લાગે છે. આ સ્થિતિને કેવી રીતે ટાળી શકાય ચાલો તમને જણાવીએ.
Trending Photos
Silent Heart Attack: જ્યારે હૃદયના મસલ્સમાં રક્ત પ્રવાહ ઘટી જાય અથવા તો સાવ બંધ થઈ જાય તો હાર્ટ એટેકની સ્થિતિ સર્જાય છે.. હાર્ટ એટેક ગંભીર પરિસ્થિતિ છે. શરીરમાં હૃદય સુધી જતો રક્ત પ્રવાહ અટકી જાય તો ઓક્સિજન ઘટી જાય છે અને હૃદયના સેલ ડેમેજ થઈ શકે છે. આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે કોરોનરી આર્ટરીમાં કોઈ બાધા હોય. ઘણી વખત આ પ્રકારના સંકેત વિના પણ હાર્ટ એટેક આવી જાય છે જેને સાઇલેન્ટ હાર્ટ અટેક કહેવાય છે. આજે તમને સાઇલેન્ટ હાર્ટ અટેકના લક્ષણોને સમયસર કેવી રીતે ઓળખવા તે જણાવીએ.
સાઇલેન્ટ હાર્ટ અટેક
સાઇલેન્ટ હાર્ટ અટેક કોઈપણ પ્રકારના સંકેત વિના આવે છે. પરંતુ કેટલાક લક્ષણો એવા છે જેના પરથી સમય પહેલા જ આ સમસ્યા વિશે જાણી શકાય છે. જેમકે છાતીમાં અચાનક તીવ્ર દુખાવો થવો, અચાનક શ્વાસ ફુલી જવો, અપચો રહેવો અથવા તો થાકનો અનુભવ થવો. આ પ્રકારના લક્ષણો શરીરમાં જણાય તો બિલકુલ રિસ્ક લેવું નહીં તુરંત જ ડોક્ટર પાસે જવું અને હાર્ટની સ્થિતિ અંગે તપાસ કરાવી લેવી.
કયા લોકોને હાર્ટ એટેકનું રિસ્ક વધારે
સાઇલેન્ટ હાર્ટ એટેકનું રિસ્ક સૌથી વધારે મોટી ઉંમરના લોકોને અને હૃદય સંબંધિત બીમારીઓ રહેતી હોય તેમના પર વધારે હોય છે. આ સિવાય જે લોકોને પહેલાથી ડાયાબિટીસ હોય, જેમને નસો સંબંધિત સમસ્યા હોય તેઓ પણ આ ડેન્જર ઝોનમાં આવે છે. હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તે લોકો માટે પણ સાઇલેન્ટ અટેક રિસ્કી છે.
સાઇલેન્ટ હાર્ટ અટેકનું જોખમ કેવી રીતે ટાળવું
હાર્ટ સંબંધિત કોઈપણ જોખમથી બચવા માટે સૌથી પહેલો રસ્તો છે કે લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરો. જેમકે કોલેસ્ટ્રોલ પર કંટ્રોલ કરો. બેડ કોલેસ્ટ્રોલ શરીરની નસોને બ્લોક કરે છે અને તેના કારણે હાર્ટ અટેકનું જોખમ સૌથી વધારે રહે છે. તેથી હેલ્દી ડાયેટ પ્લાન ફોલો કરો. આહારમાં હાઈ પ્રોટીન અને હાઈ ફાઇબર યુક્ત વસ્તુઓ એડ કરો. તાજા ફળ અને લીલા પાન વાળા શાકભાજીનું સેવન વધારે કરો.
એક્સરસાઇઝ કરો
જો તમે ડેઇલી રૂટીનમાં આઉટડોર એક્ટિવિટીનો સમાવેશ કરો છો તો ઘણી બધી બીમારીઓથી બચી શકો છો. ખાસ કરીને હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો મોર્નિંગ રૂટિનમાં એક્સરસાઇઝ એડ કરો સવારના સમયે કરેલી 30 મિનિટની એક્સરસાઇઝ પણ વજન ઘટાડવાથી લઈને હાર્ટ હેલ્થ સુધારવામાં મદદ કરે છે.
સમયે સમયે મેડિકલ ચેકઅપ
આજના સમયમાં હાર્ટ એટેક નાના બાળકોને પણ આવી જાય છે. તેથી સૌથી વધારે જરૂરી છે કે તમે સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવતા રહો. દરેક સ્વસ્થ વ્યક્તિ એ પણ વર્ષમાં એક વખત હેલ્થ ચેકઅપ કરાવી લેવું જોઈએ. જે લોકોને ડાયાબિટીસ કે બેડ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા હોય તેમણે પણ નિયમિત હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે