Cooking Tips: સ્માર્ટ મહિલાને ખબર હોવી જોઈએ આ 4 કુકીંગ ટીપ્સ, રસોડાની નાની-મોટી ઝંઝટનો અંત આવી જશે
Cooking Tips: આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના કામને સરળ બનાવવા માંગે છે. ખાસ કરીને મહિલાઓ રસોડાના કામમાં કેટલીક ટીપ્સ અપનાવે તો કલાકોનું કામ મિનિટોમાં થઈ શકે છે. આજે આવી જ અત્યંત ઉપયોગી ટીપ્સ વિશે જણાવીએ જે રોજીંદા કામકાજને વધારે સરળ બનાવી શકે છે.
Trending Photos
Cooking Tips: આજના સમયમાં જો કામમાં થોડી મદદ મળી જાય તો કામ સરળ થઈ જાય છે અને સમય અને મહેનત બંને બચે છે. ઓફિસનું કામ હોય કે ઘરનું કામ એકબીજાની મદદ કરવાથી જિંદગી સરળ બની જાય છે. રસોડાના કામમાં કોઈ મદદ કરે કે ન કરે આ ટીપ્સ તમને મદદ કરશે. દરેક મહિલાને ખાસ તો રસોડાના કામમાં મદદની વધારે જરૂર હોય છે. કારણ કે રસોડામાં કલાકો સુધી મહેનત કરવી પડે છે. જોકે કેટલીક સ્માર્ટ ટિપ્સ અપનાવીને રસોડાના કામને સરળ બનાવી શકાય છે.
આજે તમને એવી કિચન ટિપ્સ વિશે જણાવીએ જેનાથી ભોજન બનાવવું ઝડપી અને સરળ થઈ જશે. આ ટિપ્સની મદદથી તમે ભોજનને વધારે સ્વાદિષ્ટ પણ બનાવી શકો છો અને રસોડામાં જો કોઈ ગડબડ થઈ ગઈ હોય તો તેને સુધારી પણ શકો છો. એવી છે જે રોજિંદા કામને સરળ બનાવી દેશે.
બટેટા બાફવાના પાણીમાં લીંબુ અને મીઠું ઉમેરવાના ફાયદા
ઘણીવાર એવું થાય છે કે બાફેલા બટેટાની છાલ ઉતારવામાં સમસ્યા થાય છે. બટેટાની છાલ ઝડપથી નીકળતી નથી. આ કામને ગણતરીની સેકન્ડમાં પૂરું કરવું હોય તો બટેટા બાફતી વખતે પાણીમાં મીઠું અને લીંબુ ઉમેરી દો. લીંબુ અને મીઠું ઉમેરીને બટેટા બાફશો તો બટેટા જલ્દી બફાઈ જશે તેનો સ્વાદ પણ વધી જશે અને બાફેલા બટેટાની છાલ ઉતારવામાં પણ સરળતા રહેશે.
ઈડલીનું ખીરું ખાટું થઈ જાય તો શું કરવું ?
ઘણીવાર એવું થાય છે કે ઈડલી કે ઢોકળાનું બેટર એટલે કે ખીરું વધારે આથાના કારણે ખાટુ થઈ જાય છે. ખીરું ખાટું થઈ જાય તો ઈડલીનો સ્વાદ પણ બગડી જાય છે. ક્યારેય પણ આવું થાય તો ખીરું તૈયાર કરો પછી તેમાં થોડું નાળિયેરનું દૂધ મિક્સ કરી દો. નાળિયેરનું દૂધ મિક્સ કરવાથી સ્વાદ પણ સુધરી જશે અને ખટાશ પણ ઓછી થઈ જશે.
દૂધમાં મરચું ઉમેરીને દહીં જમાવો
મહિલાઓ સાથે આવું પણ ઘણીવાર થાય છે કે ઉતાવળમાં બધી જ છાશ કે દહીં વપરાઈ જાય અને પછી બીજા દિવસનું દહીં જમાવવા માટે પણ મેરવણ ન હોય. આવું થાય ત્યારે દૂધમાં એક લીલું મરચું ઉમેરી તેને ફ્રિજમાં મૂકી દો. સવારે દૂધમાંથી દહીં જામી ગયું હશે અને આ દહીં ખરાબ પણ નથી થતું. લીલા મરચા સાથે દહીં ઘટ્ટ જામે છે.
દાળ શાકમાં તેલ વધી જાય તો શું કરવું
રસોઈ બનાવવાની ઉતાવળ હોય ત્યારે ઘણી વખત દાળ કે શાકમાં તેલ વધારે પડી જાય છે. દાળ શાક બની ગયા પછી તેની ઉપર તેલ તરતું દેખાય છે. દાળ કે શાકમાં તેલ વધી જાય અને તેને કાઢવું હોય તો દાળ કે શાકને થોડીવાર માટે ફ્રિજમાં રાખી દો. ફ્રિજમાં રાખશો એટલે તેલ ઉપર જામી જશે અને ત્યાર પછી તમે સરળતાથી તેલને ચમચીની મદદથી કાઢી શકશો. તેલ કાઢ્યા પછી શાકને ફરી એક વખત ગરમ કરી લેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે