Money Blockage: કયા કારણોસર અટકી જાય છે બરકત ? જાણો રુઠેલી લક્ષ્મીને મનાવવાના સરળ ઉપાયો
How to Remove Money Blockage: ઘણા લોકો લાખ પ્રયત્ન કરે તો પમ તેમના પર માં લક્ષ્મીની કૃપા થતી નથી. તેમના જીવનમાં પૈસાની સમસ્યા રહે છે. આજે તમને જણાવીએ બરકત અટકી જાય તેની પાછળ કયા કારણો જવાબદાર હોય અને ધન સંબંધિત બ્લોકેજ કેવી રીતે દુર કરી શકાય.
Trending Photos
How to Remove Money Blockage: દરેક વ્યક્તિનું સપનું હોય કે તેનું ઘર ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિથી છલોછલ રહે. માતા લક્ષ્મીની કૃપા ઘર-પરિવાર પર બની રહે. તેના માટે લોકો મહેનત પણ કરે છે. પરંતુ મહેનત અને પ્રયાસ કર્યા પછી પણ ઘણા લોકોના જીવનમાં બરકત જોવા મળતી નથી. ઘરમાં ધન તો આવે પણ ટકે નહીં. વારંવાર સમસ્યાઓ જીવનમાં આવતી રહે છે. આમ થવાનું કારણ શું હોય છે અને આ સમસ્યાને દુર કેવી રીતે કરવી આજે તમને જણાવીએ.
મની બ્લોક કરતાં કારણો
1. શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ ધન કે ધન સંબંધિત વસ્તુઓને એઠા હાથે કે અપવિત્ર અવસ્થામાં સ્પર્શ કરવા નહીં. આમ કરવાથી માં લક્ષ્મીનું અપમાન થાય છે. પર્સ, તિજોરીને હંમેશા સ્વચ્છ હાથથી જ સ્પર્શ કરો.
2. ઘરમાં માં, દીકરી, પત્ની, બહેનનો તિરસ્કાર કરવો નહીં. જે ઘરમાં સ્ત્રીનો આદર નથી થતો ત્યાં માં લક્ષ્મીનો વાસ નથી થતો. ઘરમાં સુખ, સમૃદ્ધિ વધારવી હોય તો સ્ત્રી સાથે સારો વ્યવહાર કરો.
3. ઘરમાં ગંદગી રહેતી હોય તો માં લક્ષ્મી રિસાઈને જતા રહે છે. ઘરમાં ધનની આવક સતત થતી રહે તેવી ઈચ્છા હોય તો ઘરમાં સ્વચ્છતા હંમેશા રાખો. ઘરમાં કચરો કે વધારાનો સામાન એકઠો કરવો નહીં.
4. ધર્મ શાસ્ત્રો અનુસાર અન્ન અને જળ ધન સમાન છે. આ બંને વસ્તુઓનો વ્યય થતો હોય તો ઘરમાં આવતું ધન અટકી જાય છે. તેથી ધ્યાન રાખવું કે ઘરમાં ક્યાંયથી પાણી લીક ન થતું હોય. તેમજ અન્નની બરબાદી પણ ન થાય.
5. જે લોકોના ઘરમાં રસોડામાં હંમેશા એઠા વાસણ રહેતા હોય તેમના ઘરની બરકત પણ અટકી જાય છે. આ સિવાય જમતી વખતે એઠા હાથે ભોજન લેવું પણ અશુભ ગણાય છે.
6. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ધન રાખવાનું સ્થાન ખોટી જગ્યાએ હોય તો પણ ઘરમાં આવતું ધન અટકી જાય છે. પૈસા રાખવાની જગ્યા ઉત્તર દિશા તરફ હોય તે ઉત્તમ ગણાય છે.
7. વાસ્તુ અનુસાર લક્ષ્મીનું આગમન મુખ્ય દ્વારથી થાય છે. તેવામાં મુખ્ય દ્વાર પર વિશેષ ધ્યાન આપવું. જેમકે મુખ્ય દ્વારની સામે જૂતા-ચપ્પલ, કચરાપેટી રાખવા નહીં. મુખ્ય દ્વાર સાફ રાખવું અને સાંજના સમયે ઘીનો દીવો કરવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે