ઓપરેશન સિંદૂર : ભારતે તોડી પાડ્યા પાકિસ્તાનના 2 ફાઇટર જેટ, આકાશ મિસાઇલે F16, JF17ને ચટાડી ધૂળ

F16 and JF17 Shot Down : ભારત-પાકિસ્તાન હુમલા વચ્ચે, પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો પડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતે પાકિસ્તાનનું ફાઇટર પ્લેન F-16 તોડી પાડ્યું છે. આ પછી તરત જ સમાચાર આવ્યા કે ભારતે આકાશ મિસાઈલ દ્વારા JF-17 ને પણ તોડી પાડ્યું છે.

ઓપરેશન સિંદૂર : ભારતે તોડી પાડ્યા પાકિસ્તાનના 2 ફાઇટર જેટ, આકાશ મિસાઇલે F16, JF17ને ચટાડી ધૂળ

F16 and JF17 Shot Down : પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન ભારતે પાકિસ્તાનના ખતરનાક ફાઇટર જેટ F-16 અને JF-17ને તોડી પાડ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પાકિસ્તાની વિમાનને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. આનો અર્થ એ કે પાકિસ્તાને ભારતને જવાબ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને સફળતા મળી નહોતી. 

ભારતે પહેલા F16 તોડી પાડ્યું હતું. આના થોડા સમય પછી, સમાચાર આવ્યા કે ભારતે આકાશ મિસાઇલની મદદથી પાકિસ્તાનના બીજા ફાઇટર જેટ JF-17 ને તોડી પાડ્યું છે. જ્યારે થોડા દિવસો પહેલા સમાચાર આવી રહ્યા હતા કે ભારત તરફથી સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને તેના ફાઇટર પ્લેન F-16 ને પાછળ ધકેલી દીધા છે.

ભારતે 9 સ્થળો પર કર્યો હુમલો 

આ પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાન પર મોટો હુમલો કર્યો હતો અને 9 આતંકવાદી ઠેકાણાઓ ફુંકી માર્યા હતા. આમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના પણ અહેવાલ છે. આ હુમલાની પુષ્ટિ ખુદ ભારતીય સેના દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત, પાકિસ્તાને હુમલાઓ સ્વીકાર્યા છે.

LOC પર ગોળીબાર

ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK)માં નવ આતંકવાદી છાવણીઓ પર સચોટ હુમલા કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી બુધવારે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર ભારે ગોળીબાર થયો હતો. 

જોકે, ભારત દ્વારા કરવામાં આવેલા ચોક્કસ હુમલાના થોડા કલાકો પછી, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના ભીમ્બર ગલી વિસ્તારમાં તોપમારો કરીને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય સેના યોગ્ય અને સંતુલિત રીતે જવાબ આપી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news