'ઓપરેશન સિંદૂર' બાદ NSA અજિત ડોભાલે PM મોદી નહીં, પહેલા આ વ્યક્તિને કર્યો હતો ફોન

Operation Sindoor : ઓપરેશન સિંદૂર બાદ ભારતે જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. વાયુસેનાના ફાઇટર જેટ સતત હવામાં ઉડાન ભરી રહ્યા છે, સેનાના વાયુ સંરક્ષણ એકમો એક્શન મોડમાં છે.

'ઓપરેશન સિંદૂર' બાદ NSA અજિત ડોભાલે PM મોદી નહીં, પહેલા આ વ્યક્તિને કર્યો હતો ફોન

Operation Sindoor : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા પીડાદાયક આતંકવાદી હુમલાનો ભારતે કડક અને સચોટ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે હવાઈ હુમલો કરીને પાકિસ્તાન અને POKમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ ઓપરેશનને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી પછી તરત જ દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે સૌપ્રથમ આ અંગે વડાપ્રધાન મોદીને નહીં પરંતુ યુએસ NSA અને વિદેશ પ્રધાન માર્કો રુબિયોને ફોન કરીને જાણ કરી. યુએસ અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે આ કાર્યવાહી કેન્દ્રિત અને સચોટ હતી અને તેનો હેતુ ફક્ત આતંકવાદી માળખાને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યો હતો.

ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલ નિવેદન

ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતે આ કાર્યવાહીમાં કોઈપણ પાકિસ્તાની નાગરિક, લશ્કરી મથક કે આર્થિક માળખાને નુકસાન પહોંચાડ્યું નથી. ફક્ત તે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા જેને પહેલાથી જ આઈડેન્ટિફાય કર્યા હતા. ભારતીય સેનાએ આ કાર્યવાહી અંગે X પર એક પોસ્ટ પણ કર હતી જેમાં લખ્યું હતું, 'ન્યાય થયો, જય હિંદ!' સેનાએ કહ્યું કે અમે હુમલાના આયોજન, ટાર્ગેટ પસંદગી અને હુમલાની પદ્ધતિમાં સંપૂર્ણ સંયમ દાખવ્યો છે. પહેલગામ હુમલાના ગુનેગારોને સજા આપવી એ અમારી પ્રાથમિકતા છે અને અમે આમાં કોઈ ઉદારતા નહીં દાખવીએ.

સરહદ પર એલર્ટ, ત્રણ રાજ્યોમાં કડક સુરક્ષા 

આ કાર્યવાહી બાદ ભારતે જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. વાયુસેનાના ફાઇટર જેટ સતત હવામાં ઉડાન ભરી રહ્યા છે, આર્મી એર ડિફેન્સ યુનિટ્સ એક્શન મોડમાં છે અને નૌકાદળે પણ દરિયાઈ દેખરેખ વધારી છે. જો આપણે આર્મીના X હેન્ડલ દ્વારા જઈએ તો આ ઓપરેશન ફક્ત 23 મિનિટમાં પૂર્ણ થયું. રાત્રે 1.28 થી 1.51 વાગ્યાની વચ્ચે, પાકિસ્તાનમાં અનેક સ્થળોએ વિસ્ફોટ થયા. આખરે સેનાએ રાત્રે 1.51 વાગ્યે પુષ્ટિ આપી કે પહેલગામ આતંકવાદી હુમલામાં 'ન્યાય પુરો થયો છે'.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news