પાકિસ્તાનમાં ઘૂસ્યા વિના ભારતે કેવી રીતે બર્બાદ કર્યા 9 આતંકી કેમ્પ, જાણો 'ઓપરેશન સિંદૂર'ની શૌર્ય ગાથા
Operation Sindoor: ભારતે પોતાના હવાઈ ક્ષેત્રમાં રહીને ક્રુઝ મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરીને PoK અને પાકિસ્તાનમાં સ્થિત આ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ માટે રાફેલ ઉપરાંત, બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલથી પણ હુમલો કરવામાં આવ્યો છે, જેની રેન્જ 400-600 કિ.મીની વચ્ચે છે.
Trending Photos
Jaish-e-Mohammed: પહેલગામ આતંકવાદી હુમલા પછી આખો દેશ જે સમાચારની રાહ જોઈ રહ્યો હતો તે આખરે આવી ગયા. મંગળવારે રાત્રે ભારતીય સેનાએ હવાઈ હુમલા કરીને પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ત્રણેય સેનાઓની આ સંયુક્ત કાર્યવાહીને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં પ્રવેશ્યા વિના ભારતીય સૈનિકોએ પાકિસ્તાનની અંદર 100 કિ.મી દૂર આવેલા બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય પર બોમ્બમારો કરીને નાશ કર્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં કુલ 4 અને PoKમાં 5 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.
સ્કેલ્પ અને હેમર મિસાઇલો
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાના મિરાજ-2000 અને સુખોઈ-30MKI જેવા અદ્યતન ફાઇટર જેટ્સે બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ વિસ્તારોને લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોનો ગઢ માનવામાં આવે છે. આ ઉપરાંત સ્કેલ્પ ક્રુઝ મિસાઇલો અને હેમર મિસાઇલોથી સજ્જ ભારતીય વાયુસેના (IAF)ના રાફેલ ફાઇટર જેટ્સે પણ આ ઓપરેશનમાં પોતાની બહાદુરી દર્શાવી છે. રાફેલમાં ફીટ કરાયેલા આ બે શક્તિશાળી શસ્ત્રો છે, જેની મદદથી લક્ષ્ય પર ચોક્કસ હુમલો કરી શકાય છે.
આ સિવાય વાયુસેનાએ ઓપરેશનને અંજામ આપવા માટે HAROP ડ્રોન જેવા સ્ટેન્ડ-ઓફ શસ્ત્રોનો ઉપયોગ કર્યો. સાથે રાફેલે લક્ષ્યને હિટ કરવા માટે સ્કેલ્પ ક્રુઝ મિસાઈલ ઉપરાંત ડીપ પેનિટ્રેશન સ્પાઈસ 2000 મિસાઈલનો પણ ઉપયોગ કર્યો છે. શસ્ત્રો અને પ્લેટફોર્મ ઉપરાંત ભારતીય સેનાએ ડ્રોન અને UCAV દ્વારા પણ ઓપરેશનમાં મદદ પૂરી પાડી છે. આ સમગ્ર કામગીરીમાં ભારતીય નૌકાદળ પણ સામેલ હતું અને દરિયાઈ કાર્યવાહીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
PAKમાં 100 કિ.મી અંદર સુધી પ્રહાર
માહિતી અનુસાર, ભારતે પોતાના હવાઈ ક્ષેત્રમાં રહીને ક્રુઝ મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરીને PoK અને પાકિસ્તાનમાં સ્થિત આ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ માટે રાફેલ ઉપરાંત, બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલથી પણ હુમલો કરવામાં આવ્યો છે, જેની રેન્જ 400-600 કિ.મીની વચ્ચે છે. આના દ્વારા બહાવલપુર અને મુઝફ્ફરાબાદમાં જૈશના કમાન્ડ સેન્ટરો અને શસ્ત્રોના ડેપોનો નાશ કરવામાં આવ્યો છે. 20થી 70 કિ.મીની રેન્જ ધરાવતી હવાથી સપાટી પર પ્રહાર કરતી હેમર મિસાઇલનો ઉપયોગ PoKમાં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યો છે.
પાકિસ્તાની મીડિયાએ પણ આ ઓપરેશનમાં રાફેલ વિમાનોની સંડોવણીનો દાવો કર્યો છે. પડોશી દેશનો દાવો છે કે ભારતીય વાયુસેનાના ચાર રાફેલ ફાઇટર જેટ આખી રાત નિયંત્રણ રેખા (LoC) પાર કાશ્મીર ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા.
બંકર બસ્ટર બોમ્બ પણ ગરજ્યા
સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે બહાવલપુરમાં જૈશના મુખ્યાલયને ઉડાવી દેવા માટે બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, સંરક્ષણ મંત્રાલયે તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી. બંકર બસ્ટર બોમ્બ એ શસ્ત્રો છે જે ઊંડા બંકરો અને ભૂગર્ભ સુવિધાઓનો નાશ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ બોમ્બ જમીનમાં 30-60 ફૂટની ઊંડાઈ સુધી ઘૂસી જાય છે અને વિસ્ફોટ થાય છે. તેમનું વજન 900 કિલોથી 13,600 કિલો સુધી હોઈ શકે છે. જૈશના મુખ્યાલયની જે તસવીરો આવી છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઉપરથી પડી રહેલા બોમ્બથી આખી ઇમારત ખંડેર બની ગઈ છે.
ભારતે એરસ્ટ્રાઈક દ્વારા સવાઈ નાલા કેમ્પ, બિલાલ કેમ્પ, કોટલી ગુલપુર, કોટલી અબ્બાસ કેમ્પ, PoKમાં ભીમ્બર બરનાલા કેમ્પ અને પાકિસ્તાનના બહાવલપુર ઉપરાંત સરજલ કેમ્પ, મહમૂના ઝોયા કેમ્પ, મુરીદકેને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં જૈશના વડા મૌલાના મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યોના મોતના સમાચાર પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે