IND-ENG મેચ વચ્ચે ખરાબ સમાચાર, પૂર્વ ભારતીય ક્રિકેટરનું ઇંગ્લેન્ડમાં અચાનક નિધન, ક્રિકેટ જગતમાં શોક
લીડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એક રોમાંચક ટેસ્ટ મેચ રમાઈ રહી છે. દરેક વ્યક્તિ આ મેચનો આનંદ માણી રહ્યા છે. ચોથા દિવસની રમત દરમિયાન એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, જેના કારણે ક્રિકેટ જગત શોકમાં છે. મળતી માહિતી મુજબ પૂર્વ ભારતીય ક્રિકેટરનું અચાનક નિધન થયું છે.
Trending Photos
Dilip Doshi Passed Away : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં લીડ્સ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્યારે આ ટેસ્ટ મેચના ચોથા દિવસે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, જેના કારણે ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છવાયો છે. લંડનમાં પૂર્વ ભારતીય ક્રિકેટરનું અચાનક અવસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. સમાચાર અનુસાર, ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં ભારત માટે યોગદાન આપનારા પૂર્વ સ્પિનર દિલીપ દોશીનું અચાનક હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે.
પૂર્વ સ્પિનર દિલીપ દોશી 77 વર્ષના હતા. દિલીપ દોશીએ લંડનમાં અંતિમ શ્વાસ લીધા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)એ પણ દોશીના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. દોશીએ SCAનું પ્રતિનિધિત્વ કર્યું હતું. SCA દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ક્રિકેટની દુનિયામાં એક આદરણીય, પ્રતિષ્ઠિત અને અગ્રણી વ્યક્તિ દિલીપ દોશીના અવસાનથી SCA ખૂબ જ દુઃખી છે.'
દિલીપ દોશીએ તાજેતરમાં આ મહિનાની શરૂઆતમાં લોર્ડ્સ ખાતે BCCI એવોર્ડ સમારોહ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હાજરી આપી હતી. દોશીએ 1979થી 1983 સુધી 33 ટેસ્ટ અને 15 વનડે રમી હતી.
કેવી રહી તેમની કારકિર્દી ?
દિલીપ દોશીની ગણતરી મહાન સ્પિનરોમાં થાય છે. ભારત માટે મોડેથી ડેબ્યૂ કરવા છતાં, તેમણે ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી અને ખરા મેચ વિનર રહ્યા. તેમણે 28 ટેસ્ટમાં 100 વિકેટનો આંકડો સ્પર્શ્યો. તેમણે 33 ટેસ્ટ રમી અને 114 વિકેટ લીધી. જેમાં છ વખત પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ શામેલ છે. આ ઉપરાંત તેમણે 238 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી, જેમાં કુલ 898 વિકેટ લીધી, જેમાં 43 વખત પાંચ વિકેટ અને છ વખત 10 વિકેટ લીધી. 15 વનડેમાં તેમણે 22 વિકેટ લીધી, જેમાં બે વાર ચાર વિકેટ લીધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે