Ahmedabad Crime News: દરેક માતાપિતા ખાસ જુએ, ફ્લેટની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડી જતા મોત, Video
અમદાવાદ ના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હચમચાવી નાખે તેવી ઘટના ઘટી છે. દરેક માતા પિતાએ આ જાણવું ખુબ જરૂરી છે. ગોતામાં આવેલા સેવન બ્લીસ ફ્લેટની આ ઘટના છે. ફ્લેટની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડતા મોત નિપજ્યું. 5 વર્ષીય દર્શિલ નામના બાળક નું ટાંકીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું. ફ્લેટ બનાવનાર બિલ્ડરની બેદરકારી થી બાળકનું મોત થયું હોવાનો આરોપ લાગ્યો છે. ફ્લેટ પાર્કિંગ પાસે ટાંકીનું ઢાંકણું નીચે પડી ગયું હતું. સોસાયટીના સભ્ય દ્વારા પણ જાણ કરવામાં આવી હતી કે ટાંકીનું ઢાંકણું ખુલ્લું છે. સોલા પોલીસે સમગ્ર બનાવ બાબતે તપાસ શરૂ કરી. વધુ વિગતો માટે જુો વીડિયો.