આંગણવાડીની બહેનોને ન્યૂડ કોલ કરી અશ્લીલ હરકતો કરતો હતો, જુઓ ક્યાંથી પકડાયો

ભરૂચ જિલ્લામાં આંગણવાડી બહેનોને ન્યૂડ વીડિયો કોલ કરી અશ્લીલ હરકતો કરી હેરાનગતિ કરનાર ઝડપાયો છે. પંજાબના ફિરોઝપુરના એક ગામમાંથી ગુર્જિતસિંગ મેહરસિંગ રાયસીંગ નામના ઇસમને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો. 100થી વધુ આંગણવાડી બહેનોને અજાણ્યા નંબર પરથી નશાની હાલતમાં રોજ રાત્રે અભદ્ર ન્યૂડ વીડિયો કોલ કરી અશ્લીલ હરકતો કરતો હતો. પોલીસે પંજાબ જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો અને હાલ કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન દ્વારા ત્રણ દિવસ અગાઉ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, કોઈ અજાણ્યો વ્યક્તિ સવારે, બપોરે અને રાત્રે અલગ-અલગ સમયે મહિલાઓને ન્યૂડ વીડિયો કોલ કરી રહ્યો છે.આ કારણે મહિલાઓમાં ડર અને માનસિક તણાવ ફેલાયો હતો તેમજ કેટલાક પરિવારજનોમાં કંકાસની પરિસ્થિતિ ઊભી થઈ હતી. 

Trending news