નવસારી: દારૂ પીને મિત્રના ખભા પર બેસીને નાચતા યુવાનનો Video વાયરલ
નવસારીના વાંસદામાં જાહેરમાં દારૂ પીને નાચતા યુવાનનો વીડિયો વાયરલ. વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં વાંસદના લીમઝર ગામનો 18 વર્ષીય સાવંત નવીન વાળુ મિત્રો સાથે જોડાયો હતો. રેલીમાં સાવંત વાળુ મિત્રના ખભે બેસી વિદેશી દારૂની બોટલથી દારૂ પીને નાચ્યો હતો. દારૂ પીતા પીતા સાવંતનો વીડિયો સોશ્યલ મીડિયામાં થયો હતો વાયરલ. વાંસદા પોલીસે જાહેરમાં દારૂ પીને ભાન ભુલેલા સાવંતને કાયદાનું ભાન કરાવ્યુ. વીડિયોને આધારે વાંસદા પોલીસે સાવંત વાળુની સામે પીધેલા અને ડ્રીંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી કરી ધરપકડ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.