Video: જબરી લાલિયાવાડી.. એક્ટિવા ઘરે આરામ ફરમાવતું હતું... છતાં આવ્યા 3 મેમો! જોઈને હોશ ઉડી ગયા
સુરત ટ્રાફિક પોલીસની બેદરકારી સામે આવી છે. જ્યાં એક એક્ટિવા ચાલકનું એક્ટિવા ઘરે હોવા છત્તાં 3 મેમો ઓનલાઈન આવ્યા.... આ 3 મેમો જોઈને ફરિયાદી ચિંતામાં મૂકાઈ ગયો... કે, મે ઘરની બહાર એક્ટિવા કાઢ્યુ જ નથી તો મેમો આવે કઈ રીતે...? સુરત પોલીસમાં આ બાબતે અરજી કરી છતાં કોઈ નિકાલ આવ્યો નથી... આ બાબતે ફરિયાદી શું કહી રહ્યા છે આવો સાંભળીએ.