મૂળ ગુજરાતના અને બ્રિટનના રાજકારણમાં જેમનો ડંકો વાગતો હતો....મેઘનાદ દેસાઈનું નિધન
ભારત અને ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડો સંબંધ ધરાવતા પ્રખ્યાત અર્થશાસ્ત્રી મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે અવસાન થયું. મૂળ ગુજરાતના વતની મેઘનાદ દેસાઈ અનેક પ્રતિભાઓ ધરાવતા હતા. અર્થશાસ્ત્રની સાથે રાજકારણ પર ઊંડી પકડ ધરાવતા મેઘનાદ દેસાઈને ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આર્થિક બાબતોના નિષ્ણાત હોવાની સાથે તેમને રાજકારણની પણ ઊંડી સમજ હતી. તેમણે ભારત-બ્રિટન સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.