સરકારી શિક્ષકો થઈને આવું કામ? શિક્ષણ વિભાગની તપાસમાં મહેસાણામાં 4 સરકારી શિક્ષકો પકડાયા, Video
Mehsana News: મહેસાણામાં ટ્યુશન કરાવતા સરકારી શિક્ષક ઝડપાયા. શિક્ષણ વિભાગની તપાસમાં ચાર શિક્ષકો પકડાયા. મહેસાણા શહેરમાં 20 જગ્યાએ કરવામાં આવી તપાસ. ચાર નિયમિત શિક્ષકો ટ્યુશન કરાવતા ઝડપાયા. ચારેય શિક્ષકો સામે તપાસ અહેવાલ રજૂ થશે. તપાસ અહેવાલ રજૂ થયા બાદ થશે કાર્યવાહી. જિલ્લામાં 50 જેટલા શિક્ષકો ટ્યુશન કરતા હોવાની શિક્ષણ વિભાગને રજૂઆત મળી હતી. મહેસાણા એકેડેમિક એસોસિએશને બે મહિનામાં 5 વખત કરી છે રજુઆત. જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ નામજોગ કરવામાં આવી છે રજુઆત. રજૂઆતના પગલે શિક્ષણ વિભાગે કરી કાર્યવાહી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.