સગીરાને કેફી પીણું પીવડાવી કર્યું સામૂહિક દુષ્કર્મ, શરીરે સિગારેટના ડામ દીધા....પોરબંદર કેસમાં લેટેસ્ટ અપડેટ જાણો

પોરબંદરને લજવતી એક અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ચાર હવસખોરોએ 16 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવ્યા બાદ તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતાં સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળ્યો છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. નાસ્તો કરાવવાના બહાને લલચાવી વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ ગયા,અને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ ત્યારબાદ શરીરે સિગારેટના ડામ દીધા. આ સમગ્ર મામલે કુલ ચાર આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં પોલીસે સંડોવાયેલા આરોપીને શોધવા બે ટીમ બનાવી હતી 3 આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી... જ્યારે આ ગુનાનો મુખ્ય આરોપી જયરાજ દિલીપ સુંડાવદરા જે અમદાવાદ હોવાની બાતમીને આધારે પોરબંદર એલસીબીએ તેને અમદાવાદના એસજી હાઇવે ખાતેથી તેને દબોચી લેવાયો છે. ઝડપાયેલ મુખ્ય આરોપી જયરાજ સુંડાવદરા પાસે સમગ્ર ઘટનાનું રીકન્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું.

Trending news