Canada News: કેનેડાના રાજકારણમાં પાટીદારોની એન્ટ્રી, આ વખતે ચૂંટણીમાં પહેલીવાર ગુજરાતી ઉમેદવારો મેદાનમાં

Canada Election News: કેનેડામાં સામાન્ય ચૂંટણી ઢૂંકડી છે અને આ વખતે પહેલીવાર ગુજરાતી ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જાણો તેમના વિશે....

Canada News: કેનેડાના રાજકારણમાં પાટીદારોની એન્ટ્રી, આ વખતે ચૂંટણીમાં પહેલીવાર ગુજરાતી ઉમેદવારો મેદાનમાં

કેનેડામાં ઓક્ટોબરમાં થનારી સામાન્ય ચૂંટણી હવે એપ્રિલના અંતમાં થશે. લિબરલ પાર્ટીના નેતા અને પીએમ માર્ક કાર્નીએ આ ફેરફાર કથિત રીતે ડોનાલ્ડ ટ્રમ્પના કારણે ડગુમગુ થયેલી વ્યવસ્થાને સંભાળવા માટે કર્યો. ખાસ વાત એ છે કે આ વખતે ચૂંટણીમાં પહેલીવાર ગુજરાતી ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે. સવાલ એ છે કે કેનેડાના પોલિટિક્સમાં નવા ઉમેદવારો માટે કેટલો સ્કોપ છે? શું તેમની પાસે પહેલેથી જ મસમોટો વોટબેંક છે, જે મહિનાના અંતમાં  તેમને મદદ કરશે?

કોણ છે ગુજરાતી ઉમેદવાર?
મીડિયા રિપોર્ટ મુજબ આ ઉમેદવારોમાંથી 2 ઉમેદવાર પાર્ટી તરફથી જ્યારે બે ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. જયેશ બ્રહ્મભટ્ટ વર્ષ 2001માં ભારતથી કેનેડા ગયા હતા. વ્યવસાયે સિવિલ એન્જિનિયર હવે રિયલ એસ્ટેટ કારોબારી છે. તેઓ પીપલ્સ પાર્ટીથી ચૂંટણી લડશે. જ્યારે સંજીવ રાવલ લિબરલ પાર્ટી તરફથી ચૂંટણી લડશે. તાંન્ઝાનિયામાં જન્મેલા સંજીવ 20 વર્ષ કરતા વધુ સમયથી કેનેડામાં છે અને તેમના અનેક સ્ટોર છે. રાવલ કેનેડામાં રહેતા મિડલ ક્લાસના ભારતીયો સાથે જોડાયેલા છે. 

અશોક પટેલ અને મિનેશ પટેલ બંને વેપારીઓ છે અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. તેઓ સામાજિક સરોકારથી જોડાયેલા રહ્યા પરંતુ રાજકારણમાં બંનેનું આ પહેલું ડગલું છે. 

મજબૂત સપોર્ટ
તેમનું ચૂંટણીના મેદાનમાં ઉતરવું એ કેનેડાની રાજનીતિને નજીકથી જોતા લોકો માટે ચોંકાવનારું નથી. કારણ કે આ દેશમાં એક લાખથી વધુ ગુજરાતીઓ છે, જેમાંથી મોટાભાગના સફળ વેપારી છે. આ સમુદાય ટોરંટો, ઓટાવા, વાનકુવર, કેલગરીની સાથે સાથે લગભગ સમગ્ર કેનેડામાં ફેલાયેલો છે. અનેક લોકો કામ માટે આવતા રહે છે જ્યારે મોટી સંખ્યામાં ગુજરાતી વિદ્યાર્થીઓ પણ અહીં છે, જે કેનેડામાં સેટલ થઈ ચૂક્યા છે. 

પંજાબીઓ બાદ ગુજરાતીઓ એ બીજી મોટી કમ્યુનિટી છે. વર્ષ 2016 બાદથી આ ગુજરાતી ભાષા કેનેડામાં ત્રીજી સૌથી મોટી ભાષા તરીકે ઊભરી આવી. પહેલા નંબરે પંજાબી અને પછી હિન્દી છે. પંજાબીઓથી અલગ વેપાર ઉપરાંત અનેક વેપારમાં પણ ગુજરાતીઓ છે. જેમ કે ગુજરાતી મૂળના લોકો અહીં ડોક્ટર, એન્જિનિયર, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ જોવા મળશે. કેનેડામાં મોટી ગુજરાતી કંપનીઓ પણ એક્ટિવ છે જે હોસ્પિટાલિટી, રિટેલ, આઈટી, અને ફાઈનાન્સમાં કામ કરે છે. 

અમેરિકાની અસર?
હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલને FBI ના ડાયરેક્ટર બનાવ્યા. પટેલ પાસે એડવાઈઝરી રોલથી સીધી એક્ઝીક્યુટીવ તાકાત આવી ગઈ છે. કેનેડા અને અમેરિકામાં હાલ તણાવ છે. આવામાં આ સમુદાયની સક્રિયતા સૌથી શક્તિશાળી દેશની સાથે તેમના એટલે કે  કેનેડાના સંબંધ સુધારી શકે છે અથવા તો પછી ભાષાના આધારે કનેક્ટ તો કરી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news