વીજળીના કડાકા-ભડાકા સાથે આ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી

Gujarat Rain: ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં કેટલાક જિલ્લામાં વરસાદ તૂટી પડવાનો છે. હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે.

વીજળીના કડાકા-ભડાકા સાથે આ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી

IMD Alert: હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો અમદાવાદ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

આગામી ત્રણ કલાક માટે આગાહી
હવામાન વિભાગે સવારના 10 કલાકથી બપોરના એક કલાક સુધીની આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે રેડ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

રેડ એલર્ટ
દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ

ઓરેન્જ એલર્ટ
અમદાવાદ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દીવ, અમરેલી.

યલો એલર્ટ
કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, ખેડા, આણંદ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલી.

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news