Bitter Taste: મોઢાનો સ્વાદ કડવો થઈ જવો આ ગંભીર બીમારીનો સંકેત, જાણો આ લક્ષણ દેખાય તો શું કરવું

Mouth Bitter Taste Cause: કોઈપણ બીમારી શરીરમાં આવે એટલે તેના લક્ષણો ધીરેધીરે દેખાય છે. આ લક્ષણોને જો સામાન્ય સમસ્યા ગણી ઈગ્નોર કરવામાં આવે તો સ્થિતિ ગંભીર થઈ શકે છે. કેટલીક સામાન્ય લાગતી સમસ્યાને ઈગ્નોર કરવાથી નુકસાન મોટું થઈ શકે છે.
 

Bitter Taste: મોઢાનો સ્વાદ કડવો થઈ જવો આ ગંભીર બીમારીનો સંકેત, જાણો આ લક્ષણ દેખાય તો શું કરવું

Mouth Bitter Taste Cause: ઘણીવાર એવો અનુભવ તમને પણ થયો હશે કે મોઢાનો સ્વાદ. એવું લાગે કે જાણે કોઈ કડવી વસ્તુ ખાઈ લીધી છે. મોઢાનો સ્વાદ કડવો થઈ જાય તો પછી કોઈ પણ વસ્તુ ખાવામાં આવે તે કડવી જ લાગે છે. મોઢાનો સ્વાદ કડવો થઈ જવા પાછળ કેટલી ગંભીર બીમારીઓ જવાબદાર હોઈ શકે છે.. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તાવ આવે ત્યારે મોઢાનો સ્વાદ કડવો થઈ જાય. પરંતુ તાવ સિવાય અન્ય એક સમસ્યા છે જેમાં પણ શરૂઆતી લક્ષણ આ પ્રકારનું જોવા મળે છે. તેથી જો તમને વારંવાર આવો અનુભવ થતો હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરી લેવો. 

કઈ કઈ બીમારીમાં મોઢાનો સ્વાદ કડવો થઈ જાય?

સામાન્ય રીતે શરદી, ઉધરસ, તાવ કે વાયરલ ઇન્ફેક્શન હોય તો મોઢાનો સ્વાદ કડવો લાગે છે. કેટલાક ખાસ પ્રકારના ભોજન કર્યા પછી જો વધારે પડતી જ એસિડિટી થઈ જાય તો પણ મોઢાનો સ્વાદ બગડી જાય છે. પરંતુ આ સમસ્યાઓમાં મોઢાનો સ્વાદ એક કે બે દિવસ માટે જ કડવો રહે છે. જો લાંબા સમય સુધી મોઢાનો સ્વાદ કડવો રહે તો તે લીવર સંબંધિત બીમારીનું લક્ષણ હોઈ શકે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર હીપેટાઇટિસ બી માં મોઢાનો સ્વાદ કડવો થઈ જાય. 

હીપેટાઇટિસ બીનું એક મહત્વપૂર્ણ લક્ષણ છે કે દર્દીના મોઢાનો સ્વાદ કડવો થઈ જાય. હીપેટાઇટિસ બી લીવરની એક બીમારી છે જેમાં લીવરમાં સોજો આવી જાય છે. લીવરમાં સોજો આવે ત્યારે મોઢાનો સ્વાદ પણ બગડી જાય છે જો લાંબા સમય સુધી આ લક્ષણ જણાય તો તેને ઇગ્નોર કરવું નહીં. હીપેટાઇટિસ બીની સમસ્યા વધી જાય તો તે લીવરને ડેમેજ પણ કરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર હીપેટાઇટિસ બી જીવલેણ પણ સાબિત થઈ શકે છે તેથી તેના લક્ષણોને ઇગ્નોર કરવાની ભૂલ કરવી નહીં. 

હીપેટાઇટિસ બીના લક્ષણો 

વધારે પડતો થાક લાગે 
ભૂખની પેટર્ન બદલી જાય 
ઉલટી અને ઉબકા 
પેટમાં દુખાવો 
વારંવાર માથામાં દુખાવો 
આંખનો રંગ પીળો થઈ જવો 

હીપેટાઇટિસ બી થી બચાવના ઉપાય 

સાફ-સફાઈ નું હંમેશા ધ્યાન રાખો. હંમેશા તાજુ બનેલું ભોજન અને ઘરે બનાવેલું ભોજન જ કરવું. દૂષિત પાણીથી બચો. હંમેશા સ્વચ્છ પાણી પીવાનો આગ્રહ રાખો. જો મોઢાનો સ્વાદ બદલી જાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો અને જરૂરી ટેસ્ટ કરાવી વેક્સિન લઈ લો. આ સમસ્યા બાળકોને પણ થઈ શકે છે તેથી બાળકોને બધા જ વ્યક્તિ સમય પર અપાવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news