Video ટેરિફ વિવાદ વચ્ચે મોટા સમાચાર, PM મોદી આવતા મહિને અમેરિકા જઈ શકે છે

ભારતમાં ટેરિફ વિવાદ વચ્ચે મહત્વના સમાચાર. PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે થઈ શકે મુલાકાત. આવતા મહિને પ્રધાનમંત્રી મોદી જઈ શકે અમેરિકા પ્રવાસે. ન્યૂયોર્કમાં યોજાનાર UNGAની બેઠકમાં લેશે ભાગ. 23મીથી 27મી સપ્ટેમ્બર વચ્ચે યોજાશે UNGAની બેઠક. બેઠક દરમિયાન ટ્રમ્પ સાથે પ્રધાનમંત્રી મોદી કરી શકે મુલાકાત. મહત્વનું છે કે, મહાસત્તા અમેરિકાએ અન્ય દેશોની જેમ ભારત પર પણ મસમોટો ટેરિફ બોમ્બ ફોડ્યો છે. જેનાથી વેપાર-ધંધા અને આયાત-નિકાસ પર અસર પડી છે. ભારતમાં ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી મહિને અમેરિકા પ્રવાસે જઈ શકે છે. આ પ્રવાસ પાછળનું કારણ ન્યૂયોર્ક સિટીમાં યોજાનાર યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની બેઠક છે.જેમાં તેઓ સામેલ થશે. આ બેઠક આગામી 23થી લઈને 27 સપ્ટેમ્બર સુધી યોજાશે. જે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર સહિતના મુદ્દે બેઠક કરી શકે છે. ભારત-અમેરિકાના સંબંધોમાં હાલ ટેરિફના લીધે આવેલા તણાવ વચ્ચે બંને દિગ્ગજો વચ્ચે થનારી સંભવિત મુલાકાત મહત્વની મનાઈ રહી છે. 

Trending news