લો બોલો પોલીસે કાર્યક્રમમાં મહિલા સરપંચોને બોલાવ્યા હતા...પહોંચી ગયા બધાના પતિદેવ, જુઓ Video
મહીસાગરમાં મહિલા સશક્તિકરણના પ્રયત્નોનો ફિયાસ્કો થયેલો જોવા મળ્યો. વીરપુરમાં પોલીસે સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજ્યો. પરંતુ એક પણ મહિલા સરપંચ કાર્યક્રમમાં પહોંચ્યા નહીં. તમામ મહિલા સરપંચોના પતિ જ બેઠકમાં હાજર રહ્યા. 20 મહિલા સરપંચો પૈકી એક પણ મહિલા સરપંચ હાજર ન રહ્યા. મહિલા સરપંચો ન આવતા પોલીસે તેમના પતિ સાથે સંવાદ કર્યો. કાર્યક્રમમાં મહિલા નહીં પરંતુ તેમના પતિ જ સરપંચો હોય તેવું જણાતું હતું. વધુ વિગતો માટે જુઓ વીડિયો.