ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા....એન્જિન ઓઈલના ડબ્બામાંથી નીકળ્યો દારૂ, જુઓ Video

ગુજરાતમાં ભલે દારૂબંધી હોય... પરંતુ કાયદાના લીરેલીરા ઉડતા દ્રશ્યો અનેકવાર સામે આવતા હોય છે...ત્યારે દારૂ માફિયાના વધુ એક કિમીયાનો પોલીસની ટીમે પર્દાફાશ કર્યો... સુરતના ભેસ્તાન વિસ્તારમાં શ્રીજી ટ્રેડર્સમાં બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા.. જ્યાંથી એન્જિન ઓઈલના ડબ્બામાં છુપાવેલો દારૂ ઝડપાયો... પોલીસની ટીમે 30 બોક્સમાંથી 480 લિટર દારૂ ઝડપ્યો... સાથે જ દુકાન માલિક શૈલેન્દ્ર વેદરામસિંગની અટકાયત કરી.. તારાપુરથી દારૂ મોકલનાર અનિલસિંગ વેદરામસિંગને વોન્ટેડ જાહેર કરાયો... તો દારૂને બોલેરો મારફતે લાવનાર રામકુમાર ઉપાધ્યાય ઝડપાયો... પોલીસે બોલેરો, મોપેડ, બે મોબાઈલ સહિત કુલ 9.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ભેસ્તાન પોલીસે સમગ્ર મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી....

Trending news