દૌસામાં ભયાનક અકસ્માત, પીકઅપ વાન ટ્રક સાથે અથડાતા પડીકું વળી ગયું, 11 લોકોના કરૂણ મોત

રાજસ્થાનના દૌસામાં ભયાવહ અકસ્માતની ઘટના ઘટી છે. આ અકસ્માતમાં કુલ 11 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ખાટુશ્યામથી દર્શન કરીને પરત ફરતા પરિવારનો અકસ્માત થયો. પીકઅપ વાનની ટ્રક સાથે ભીષણ ટક્કર થતા બની આ ઘટના ઘટી. મૃતકોમાં 7 બાળકો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા. ઈજાગ્રસ્તોને સારવાર માટે જયપુરની હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતનો ભોગ બનનાર પરિવાર ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. 

Trending news