દેવાયત ખવડ સહિત 15 લોકો સામે ફરિયાદ દાખલ, વધુ વિગતો માટે જુઓ Video
દેવાયત ખવડ દ્વારા ધ્રુવરાજસિંહ પર હુમલો કરવાના મામલે મોટા સમાચાર આવ્યા છે. ગીર સોમનાથમાં દેવાયત ખવડ દ્વારા મારામારી મામલે દેવાયત ખવડ સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તાલાલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. નોંધનીય છે કે ધ્રુવરાજસિંહે કહ્યું હતું કે 10થી 15 લોકોએ હુમલો કર્યો હતો. સોનાની ચેન અને રોકડ રકમની પણ લૂંટ કરી. દેવાયત ખવડ મુખ્ય હતો, બંદૂક બતાવીને ધમકી આપી. બંદૂક બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી.