ચોંકાવનારો કિસ્સો, નોકરીની લાલચ આપીને યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલવાનો પ્રયત્ન, Watch Video
રાજકોટથી એક સગીરા સહિત બે યુવતીને નોકરીની લાલચે અમદાવાદ લાવી દેહવેપારમાં ધકેલવાનો પ્રયાસ. બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી અને તેની મિત્રને અમદાવાદ લવાઈ. નિકોલની પી.વી આર હોટલ ખાતે ગેરકાયદેસર ગોંધી રાખી. 24 વર્ષીય યુવતીના દીકરાને જાનથી મારી નાખવાની આપી ધમકી. યુવતીએ પરિવાર અને પોલીસને જાણ કરતા પોલીસે કરી રેડ. રાજદીપસિંહ જાડેજા, માહી ઉર્ફે મમતા પટેલ, બ્રીજરાજસિંહ ચૌહાણ, લાલાભાઇ અને સોનલબેન તેમજ મહેશભાઈ સામે ફરિયાદ. નિકોલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી.