દરેક માતાપિતા જુએ આ Video, ડે કેરમાં માસૂમ બાળકી પર અત્યાચાર
બાળકોને ડે કેરના હવાલે કરતા વાલીઓ માટે આઘાતજનક છે નોઈડાથી આવેલા આ સમાચાર. તમારા માસૂમ બાળકોને બીજાને હવાલે કરતા પહેલા હજારવાર વિચારજો. ડેકેરમાં બાળકને મારવાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. 15 મહિનાની બાળકી પર ડે કેરમાં અત્યાચાર થતા જોવા મળ્યા. મહિલા બાળકીને સાચવવાની જગ્યાએ મારતી જોવા મળી. બાળકીને જમીન પર પટકી, લાફા માર્યા. જુઓ હચમચાવી નાખે તેવો વીડિયો.