રમતાં રમતાં બોરવેલમાં પડ્યો બાળક, કઈ રીતે થયું રેસ્ક્યૂ..જુઓ Video
રાપરના ઉમૈયા ગામમાં બોરવેલમાં પડેલ બાળકને ગામ લોકોએ બચાવી લેવાયો છે. રમતાં રમતાં બાળક 100 ફૂટ ઊંડા બોરવેલ પડ્યો હતો. આ બાદ સાથી બાળકોએ ગામ લોકોને જાણ કરી હતી. ગામ લોકોની સૂઝબૂઝ થકી દોરડા વડે બાળકનો સફળ રેસ્ક્યુ કરાયો હતો. અને 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકેલા બાળકને રસ્સા વડે બહાર કઢાયો હતો. રાપર તાલુકાના ઉમૈયા ગામે ‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવતને સાર્થકનો કિસ્સો સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં રમતા 9 વર્ષીય બાળક અચાનક 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો, પરંતુ ગ્રામજનોની ત્વરિત અને સૂઝબૂઝભરી કાર્યવાહીથી તેનો આબાદ બચાવ થયો હતો. મિત્રો સાથે રમતાં રમતાં બાળક બોરવેલમાં પડ્યો હતો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.