Video: પાકિસ્તાની સેના પ્રમુખની પોકળ ધમકી, ભારત ડેમ બનાવશે તો મિસાઈલથી તોડી નાખીશું
પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરે પરમાણુ ધમકી આપી છે. અમેરિકાની ધરતીથી મુનીરે પરમાણુ ધમકી આપી છે. કહ્યું કે અમે તો ડૂબીશું...વિશ્વને લઈને ડૂબીશું. મુનીરે કહ્યું કે અમારા અસ્તિત્વ પર જોખમ ન આવવું જોઈએ. નહીં તો ઈસ્લામાબાદ અડધા વિશ્વને તબાહ કરી નાખશે. મુનીરે કહ્યું કે અમે અડધી દુનિયાને પોતાની સાથે લઈ જઈશું. મુનીરે સિંધુ નદીનું જળ રોકવા મુદ્દે આ પ્રતિક્રિયા આપી. કહ્યું કે ભારત ડેમ બનાવશે તો મિસાઈલથી ધ્વસ્ત કરી નાખીશું. ભારત મર્સિડીઝ કાર, અમે ભંગાર ભરેલા ટ્રક છીએ. જો અકસ્માત થાય તો નુકસાન કોને થશે...જુઓ વીડિયો.