Video: રાજ્યમાં આંગણવાડીમાં બહેનોની કરાશે ભરતી, 9 હજારથી વધુ થશે ભરતી
ગુજરાતમાં આંગણવાડી કાર્યકર, મીની આંગણવાડી કાર્યકર, આંગણવાડી સહાયકની જગ્યાઓ માટે બમ્પર ભરતી થઈ રહી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતી માટે અરજી કરવા માંગતા લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ છે, રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખે અથવા તે પહેલાં અરજી કરવી પડશે. તમને જણાવી દઈએ કે આ ભરતી ઝુંબેશ દ્વારા 9 હજારથી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.