રાજકોટવાસીઓ સાવધાન...બહારની ફરાળી વાનગીઓ ખાતા પહેલા જુઓ આ વીડિયો
રાજકોટમાં શ્રાવણ માસમાં ઉપવાસ કરતા લોકોના વ્રત તોડાવી નાખે તેવી ભેળસેળીયા પેટીસ વેચાણનું કૌભાંડ ફૂડ શાખાની ચકાસણીમાં ઝડપાયું છે. ફરાળી પેટીસના નામે મકાઈના લોટમાં બનાવેલી વાનગી વેચવામાં આવતી હોવાની વાત સામે આવી હતી. મનપાની ફૂડ શાખાએ 90 કિલો આવી સામગ્રીનો નાશ કરી હાઈજેનિક કન્ડીશન જાળવવા નોટિસ ફટકારાઈ હતી.