Watch Video: પ્રેમલગ્ન છતાં પત્નીનું હતું અફેર, મોબાઈલ ચેટમા સ્યૂસાઈડ નોટ-વીડિયો મળ્યા
Watch Video: સુરતના સામૂહિક આપઘાત કેસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે જાણીને હચમચી જશો. પત્નીના અફેરના કારણે એક પરિવારનો માળો વિખરાઈ ગયો. મોબાઈલ ચેટમાં સ્યૂસાઈડ નોટ અને વીડિયો મળ્યાં છે. વારંવાર સમજાવવા છતાં પત્ની સુધરી જ નહીં. પત્નીથી કંટાળી આખરે પતિએ આપઘાત કર્યો. 10 વર્ષના પ્રેમ લગ્નનો આવ્યો દુ:ખદ અંત. નોંધનીય છે કે ગુરુવારે ઉધનામાં 41 વર્ષીય અલ્પેશભાઈ સોલંકીએ પોતાના બે બાળકો સાથે સામુહિક આપઘાત કર્યો હતો. જેમાં પહેલાં પિતાએ આઠ અને બે વર્ષના પુત્રોને ઠંડા પીણાંમાં ઝેર ભેળવીને મોતના ઘાટ ઉતાર્યા, જે બાદ પિતાએ પણ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધુ છે. ત્યારે પોલીસ તપાસમાં પત્નીના સહકર્મચારી સાથે અનૈતિક સંબંધોના કારણે પતિએ બે પુત્રો સાથે આપઘાત કરી લીધો છે. હવે 3 પાનાની સુસાઈડ નોટ અને મોબાઈલની ચેટના આધારે પત્ની સામે ફરિયાદ દાખલ કરી શકે છે. જુઓ વીડિયો.