ગુજરાતના બે મોટા શહેરોમાં ચાલતા જુગારધામ પર ક્રાઈમબ્રાંચના દરોડા, Watch Video

ગુજરાતના બે મોટા શહેરોમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા છે. જ્યાં અમદાવાદમાં PCBએ મોટી કાર્યવાહી કરી છે. શહેરના સુભાષબ્રિજ પાસેથી જુગારધામ ઝડપી પાડ્યું હતું. અહીં 18 વ્યક્તિઓ પાસેથી 4.75 લાખ રોકડ જપ્ત કર્યા. આ સાથે આજ પ્રકારના દ્રશ્યો સુરતના પણ જોવા મળ્યા. સુરતમાં જુગારધામો પર ક્રાઈમબ્રાંચની મોટી કાર્યવાહી. 4 અલગ અલગ સ્થળો પર ક્રાઈમબ્રાંચે પાડ્યા દરોડા. 73 જુગારીઓની 25 લાખથી વધુના મુદ્દામાલ સાથે કરી ધરપકડ. ક્રાઈમબ્રાંચે 4.22 લાખની રોકડ રકમ જપ્ત કરી. 7.58 લાખની કિંમતના 80 મોબાઈલ જપ્ત કર્યા. 13.20 લાખની કિંમતના 8 વાહનો પણ જપ્ત કર્યા. 

Trending news