લિવ ઈનમાં રહેતી પુત્રીને પિતાએ જ મારી નાખી, થરાદમાં ચોંકાવનારી ઘટના
"તું ક્યા છે... મને લઇ જા... નહીંતર મારા ઘરના મને મારી નાખશે.." અને હકીકતમાં થયું પણ એવું જ... એક નિર્દય પિતાએ પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ થઈને પુત્રીની હત્યા કરી નાખી... હત્યામાં તેના કાકા પણ સામેલ હતા... એટલું જ નહીં પુરાવાનો નાશ કરી દેવા માટે રાતોરાત દીકરીના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા... આ ચોંકાવનારી ઘટના છે બનાસકાંઠાના દાંતિયા ગામની... જ્યાં સેંધાભાઈ દરઘાભાઇ ચૌધરીની પુત્રી ચંદ્રિકા પાલનપુર ખાતે એક હોસ્ટેલમાં રહીને નીટની પરીક્ષાની તૈયારીઓ કરતી હતી. આ દરમિયાન ચંદ્રિકા થરાદ તાલુકના વડગામડાના હરેશ હિરજીભાઇ ચૌધરી નામના યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન ચંદ્રિકા ઘરે આવી હતી પરંતુ પાછી જવા ન દીધી.. એટલે ચંદ્રિકાએ પ્રેમી હરેશને મેસેજ કર્યા અને કહ્યું કે, મારા પરિવારના લોકો મને ભણવાની ના પાડે છે અને આપણા પ્રેમ સંબંધની વાતની જો પરિવારજનોને ખ્યાલ આવશે તો બળજબરીથી મારા લગ્ન કરાવી દેશે અને મારો મોબાઇલ પણ જપ્ત કરી લેશે, જેથી તું મને અહીથી લઇ જા.” તેથી હરેશ તેને અમદાવાદ લઇ ગયો અને મૈત્રી લિવઇનમાં રહેવા લાગ્યા... આ તરફ ગુમ થયાની ફરિયાદ નોંધાઇ અને બન્ને પકડાઇ ગયા... પછી કાયદેસર કાર્યવાહી બાદ હરેશે એક વકીલની સલાહ લીધી અને કોર્ટે ચંદ્રિકાને હાજર થવાનું કહ્યું પણ એ પહેલા તો પિતાએ અને કાકાએ દીકરીની હત્યા કરી નાખી... હાલ યુવતીના પ્રેમીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે... અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...