અમદાવાદ: બોપલમાં આડેધડ ફાયરિંગની ઘટના, યુવકનું સારવાર દરમિયાન મોત, Video

અમદાવાદના બોપલ વિસ્તારમાં મંગળવારની રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી હતી. અજાણ્યા શખ્સો દ્વારા યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ કરાતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ યુવકનું નામ કલ્પેશ ટુંડિયા હોવાનું સામે આવ્યું છે. કલ્પેશ ટુંડિયા પર ફાયરિંગ થતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

Trending news