ઓપરેશન સિંદૂર અંગે મોટો ખુલાસો, ભારતે 300 કિમી દૂરથી પાકિસ્તાનની ફોડી હતી 'આંખ'
વાયુસેનાના ચીફ એર ચીફ માર્શલ એપી સિંહે ઓપરેશન સિંદૂર અંગે મોટો ખુલાસો કર્યો છે. બેંગલુરુમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના 5 ફાઇટર જેટ અને એયરક્રાફ્ટ તોડી પાડ્યું હતું. આ સાથે તેમણે જણાવ્યું હતું કે બહાવલપુરમાં જૈશનું મુખ્ય મથક અને મુરીદકે-લશ્કર મુખ્ય મથકનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે એર ચીફ માર્શલે પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે અને કહ્યું છે કે જો તે હિંમત કરશે તો મોટો હુમલો કરવામાં આવશે.