સરદાર સરોવર ડેમની સપાટી 133.48 મીટરે પહોંચી, વધુ વિગતો માટે જુઓ વીડિયો

નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સરદાર સરોવર ડેમની સપાટી 133.48 મીટરે પહોંચી છે. છેલ્લા કેટલાક સમયથી મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. પાણીની આવક વધવાને કારણે નર્મદા, ભરૂચ, વડોદરા અને આસપાસના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.પાણીની સપાટી વધવાથી રાજ્યના ખેડૂતો અને પીવાના પાણીની જરૂરિયાત માટે આ સારા સમાચાર કહી શકાય. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. 

Trending news