Watch Video: બે બાળકોની માતા પ્રેમી સાથે કઢંગી હાલતમાં પકડાઈ, પતિએ જાહેરમાં તાબડતોબ લીધો એવો નિર્ણય
Saharsa Wife with Lover Viral Video: બિહારના સહરસાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ મામલો બૈજનાથપુર પોલીસ મથક વિસ્તારનો છે. જ્યાં એક પતિએ તેની પત્નીને તેના પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડ્યા બાદ બધાની સામે જ બંનેના લગ્ન કરાવી દીધા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે બે બાળકોની માતાને ઈશ્કનું એવું ભૂત ચડ્યું કે તેણે સામાજિક મર્યાદાઓની તમામ સીમાઓ પાર કરી અને તેનાથી નાની ઉંમરના યુવક સાથે પ્રેમ કરી બેઠી. ગ્રામીણોએ મહિલાને તેના પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં રંગે હાથ પકડી અને પછી લોકોએ પહેલા તો બંનેને માર્યા અને પછી પતિએ પોતે જ પત્નીનું સિંદૂર પાણીથી ધોઈને ગ્રામીણોની હાજરીમાં પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા. કહેવાય છે કે મહિલા બૈજનાથપુર સ્થિત લોર્ડ બુદ્ધા મેડિકલ કોલેજ સામે ચાની દુકાન ચલાવતી હતી અને પ્રેમી તે કોલેજની અંદર કેન્ટીનમાં કામ કરતો હતો. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો.