લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયત, જાણો શું છે મામલો, Watch Video
ચૂંટણી પંચ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિપક્ષના નેતાઓએ આજે દિલ્હીમાં કથિત વોટ ચોરી વિરુદ્ધ વિશાળ માર્ચ કાઢી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના 300થી વધુ સાંસદો આ માર્ચમાં જોડાયા છે. જો કે દિલ્હી પોલીસે સંસદથી ચૂંટણી પંચ સુધી માર્ચ કરી રહેલા ઈન્ડિયા બ્લોકના નેતાઓને અધવચ્ચે જ રસ્તામાં રોક્યા. આ દરમિયાન રાહુલ ગાંધીની અટકાયત પણ કરવામાં આવી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.