Watch Video: લો બોલો, જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી લાખોની કિંમતની મગફળી ચોરાઈ ગઈ

રાજકોટ: જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલ મગફળીની રોહાઉસ માંથી ચોરી, જેતલસર પાસેના ગલગલીયા રેસ્ટોરન્ટ પાછળના રોહાઉસ માંથી ચોરી થઈ. નાફેડ દ્વારા ખરીદેલ મગફળી જુદાજુદા રોહાઉસમાં રાખવામાં આવી હતી. જેતલસર પાસેના ભાડે રાખેલ રોહસમાંથી અલગ અલગ સમયે મગફળીની બોરીની ચોરી કરવામાં આવી. રોહાઉસમાંથી 1212 જેટલી મગફળીની બોરી જેની કિંમત 31,64,956 લાખની મગફળી ચોરી થઈ હોવાની નોંધાઇ ફરિયાદ. રોહાઉસમાં બહાર CCTV કેમેરા નથી લગાવ્યા. મગફળીની બોરીઓની ચોરી થયાં બાદ અધિકારીઓને રાતોરાત CCTV કેમેરા લગાવવાનું થયું ભાન. રોહાઉસમાં કેમેરા ન હોવાથી અધિકારીઓની પણ બેદરકારી સામે આવી. તાલુકા પોલીસે અજાણ્યા ઇસમ સામે ચોરીની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન કર્યા. 

Trending news