કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા માતા-પિતા બન્યા, અભિનેત્રીએ આપ્યો દીકરીને જન્મ
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ફેન્સ માટે ખુશીના સમાચાર છે. બંને માતા-પિતા બન્યા છે. કિયારાએ એક પુત્રીને જન્મ આપ્યો છે. કિયારા અને પુત્રી બંને સ્વસ્થ છે. આ સમાચાર સાંભળ્યા પછી ફેન્સ સોશિયલ મીડિયા પર બંનેને અભિનંદન આપી રહ્યા છે.કિયારા અડવાણીની ડિલિવરી મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં થઈ હતી. ફેબ્રુઆરીમાં કિયારા અને સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી અને બંને એક નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છે.