24 કલાકમાં ભાજપના નેતાની ઓફિસનું ગુજરાતી સાઈનબોર્ડ મરાઠીમાં ફેરવાયું, જુઓ Video
ગુજરાતના કચ્છ વિસ્તારના રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાની જનસંપર્ક માટેની નવી મુંબઈના સીવુડ્સ વિસ્તારમાં ઓફિસ બહાર ગુજરાતીમાં લખેલા બોર્ડ પર મનસેએ આકરો વિરોધ કર્યો હતો અને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. નવી મુંબઈ શહેર સચિવ સચિન કદમ અને અન્ય કાર્યકરો ગુરુવારે સીવુડ્સના સેક્ટર 42 સ્થિત ઓફિસ પહોંચ્યા અને સ્પષ્ટીકરણ માંગ્યુ હતું. પત્રકારો સાથે વાતચીતમાં કદમે કહ્યું હતું કે અનેક સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી કે સાઈનબોર્ડ મરાઠીમાં નહતું. આથી અમે કાર્યવાહી કરી. આ મરાઠી ભાષાનું અપમાન છે. જે અમે સહન નહીં કરીએ. અમારો ઈરાદો કોઈ પણ સમુદાયમાં તણાવ પેદા કરવાનો નથી.