કેમ છો ટ્રંપ? PM મોદી-રાષ્ટ્રપતિ ટ્રંપનો ભવ્ય રોડ શો યોજાશે
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈ અમદાવાદ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે મેયર બીજલ પટેલ, મ્યુ. કમિશનર વિજય નેહરા અને પોલીસ અધિકારીઓ દ્વારા મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે બનેલ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા આવી રહયા છે. ત્યારે તંત્ર હરકતમાં આવી પુરજોશમા તૈયારીઓ કરી રહ્યું છે. મેયર અને કમિશનર દ્વારા તૈયારીઓનું સ્ટેડિયમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.