Watch Video: રૂપાળી મહિલાનું ધ્રુજાવી દે તેવું કારનામું! 2 પતિ, જેઠ-સસરા અને પ્રેમી જોડે સંબંધ, સાસુની હત્યા
Puja Jatav Case Video: બબ્બે લગ્ન કરનારી પૂજા જાટવ નામની આ મહિલાની કહાની એટલી ખતરનાક છે કે તમે પણ વિચારતા થઈ જશો. પૂજાએ તેના પહેલા પતિ પર ભાડુતી ગુંડાઓ રોકીને હુમલો કરાવ્યો. ત્યાર બાદ તેણે ગુંડા સાથે બીજાં લગ્ન કરી લીધાં. બીજા પતિનું મોત થતાં પૂજા જાટવે તેના જેઠ સાથે અનૈતિક સંબંધો રાખ્યા જેનાથી એક બાળકી થઈ. જે બાદ જમીન માટે ઝઘડો થતાં પૂજા જાટવે તેની સાસુની હત્યા કરાવી નાખી. જ્યારે ઝારખંડની પોલીસે પૂજાની ધરપકડ કરીને પૂછપરછ કરી તો વધુ એક મોટો ખુલાસો થયો કે તે તેના સસરાને પણ ફસાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે કબૂલી લીધું કે તેના બીજા પતિના અકસ્માતમાં મૃત્યુ પછી જેઠના ભાગે 16 વીઘા જમીન આવી હતી તેમાંથી તેને 8 વીઘા જમીનમાં ભાગ જોઈતો હતો. પરંતુ સાસુ આડી આવતાં પૂજાએ તેની બહેન કામિની અને તેના પ્રેમીને કહીને સાસુની હત્યા કરાવી નાખી. છેલ્લા બે મહિનામાં આ ત્રીજો એવો કિસ્સો છે જેમાં પત્ની હત્યારી બની અને પતિની જિંદગી છિન્નભિન્ન કરી નાખી.