Video: આવતી કાલથી આ વિસ્તારમાં પણ ખેડૂતોને ખેતી માટે 10 કલાક વીજળી મળશે, પાર તાપી રીવર લિંક પ્રોજેકટ અંગે પણ નિવેદન

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ નું નિવેદન. વરસાદ ખેચાતા વીજળી માંગ વધી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાંથી ૧૦ કલાક વીજળી માંગ આવી રહી. ખેતીવાડીમાં રોજનો વીજ વપરાશ વધ્યો છે. મહેસાણા જિલ્લામાં પણ આવતીકાલથી ખેતી માટે ૧૦ કલાકે વીજળી મળશે. વરસાદ ખેંચાતા 8 ના બદલે 10 કલાક વીજળી આપવાનો અગાઉ નિર્ણય કર્યો હતો. આવતી કાલ થી મહેસાણા જિલ્લામાં પણ 10 કલાક વીજળી અપાશે. અગાઉ સૌરાષ્ટ્ર વિસ્તારમાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો હતો. હાલ 74.85 લાખ હેકટર વિસ્તારમાં કૃષિ વાવેતર થઈ ચુક્યો છે. પાર તાપી રીવર લિંક પ્રોજેકટ મામલે પ્રવક્તા મંત્રીનું નિવેદન. 2017 મા પાર તાપી DPR મંત્રાલય દ્વારા રજૂ કરાયો હતો. અગાઉ પાર તાપી નર્મદા લિંક પ્રોજેકટ રાજ્ય સરકારે સ્થગિત કર્યો છે. રાજ્ય સભામાં જે વિગતો રજૂ થઈ તેમાં માત્ર વર્ષ 2017 ના DPR નો ઉલ્લેખ છે. રાજ્ય સરકારે અગાઉ પ્રોજેકટ રદ કર્યા હતો. કોંગ્રેસ આદિવાસી ભોળા સમાજ ની લાગણીઓ ઉશ્કેરી રહી છે. કોંગ્રેસ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહયા છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news