Viral Video: શાળામાં બાળકો ભણવા આવે છે કે મજૂરી કરવા? ઉમરડા ગામની શાળાનો વીડિયો વાયરલ થતા હંગામો
ફરી શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની. શાળાના આચાર્યએ વિદ્યાર્થિની પાસે કરાવી મજૂરી. આચાર્યએ પોતાની ગાડી સાફ કરવાની પાડી ફરજ. સુરેન્દ્રનગરના મુળીમાં આવેલા ઉમરડા ગામની શાળાનો વીડિયો વાયરલ. વિદ્યાર્થિની શાળામાં એક ગાડી સાફ કરતી દેખાઈ. શાળાના આચાર્ય સામે પગલાં લેવા લોકોની માગ.