VIDEO: ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો બહાર આવ્યો! હજારો વિદ્યાર્થીઓના ખોટા પરિણામ જાહેર થયા...
ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર B.com સેમેસ્ટર 4નું મોડી રાત્રે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્નિકલ ખામીને કારણે ખોટા પરિણામો બહાર પડ્યા. મોટાભાગના વિદ્યાર્થીઓ નાપાસ થતા દેખાડવામાં આવ્યા હતા. જેનાથી બાળકો મૂંઝવણમાં મૂકાયા હતા. લોકોમાં હોબાળો મચતા યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક પરિણામ પાછું ખેંચાયુ હતું.